“આવ્યો આવ્યો બળબળ થતો,
દેખ જોગી ઉનાળો
વા વૈશાખી પ્રબળ વહેતા,
ઊડતી અગર જાળો.”
ઉનાળાની બપોર વિશે નિબંધ : આપણા ભારતમાં અનેક પ્રકારની આબોહવા નો અનુભવ થાય છે.જેમાં ખાસ આપણી ઋતુઓ નો અનુભવ થાય છે દેશમાં જ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની જમીન અને વાતાવરણ જોવા મળે છે. એમાં મુખ્ય ઋતુ જે શિયાળો, ઉનાળો, ચોમાસુ છે.જેમાં ઉનાળાની વાત કરીએ તો આ ઋતુમાં ખુબ તાપ પડે છે અને મોટા ભાગના લોકો ને ગમતી નથી.અને ઉનાળામાં કેરી પણ આવે છે. ઠંડા ફળો પણ આવે છે.ઉનાળો ખુબ મુશ્કેલ હોય છે. અને એમાં પણ ઉનાળાની બપોરની તો વાત જ ના પૂછો અગ્નિ વરસતી હોય એવું લાગે છે. સૂરજ આગ વરસાવતો હોય એવું લાગે છે. આવું છે ઉનાળાની બપોરનું તો.. એમાં પણ આપણા ગુજરાત ના કવિઓ શાયરી બનાવી જ લે છે
"સૂરજે મારી ફૂંક ને થયો ભડકો,
કે ઉની ઉની લૂ પી ગયો તડકો"
ઉનાળાની બપોર ની વાત કરીએ તો બધી ઋતુઓ માં બપોરના સમયે તો તાપ તો હોય જ છે. પરતુ એમાં પણ ખાસ કરીને ઉનાળાની બપોર ની જ્યારે વાત આવે ત્યારે આખી પૃથ્વી ભઠ્ઠી હોય અને ધોધકતી ચાલતી હોય એવું લાગે છે. અને એમાં પણ કુદરત કોપાયમાન થયુ હોય એવું લાગે છે. અને આકાશમાં વૈશાખ ના વાયરા વાય છે. અને ખુબ લુ વાય છે. જે આપડા માટે સારી હોતી નથી એટલે ત્યારે અને ખાસ કરીને બપોરના સમયે ઘરે રહેવું વધુ અનુકૂળ રહે છે. જેથી લુ થી બચી શકાય છે. અને જે લોકો ને કામથી બહાર જવાનું હોય તેને લુ થી બચવા માટે ડુંગળીનો સેવન કરવું હિતાવહ રહે છે. ઉનાળા ની આકરી ગરમી લોકો સહન નથી કરી શકતા માટે આમુક લોકો ને હુમલા આવે છે.અને મૃત્યુ પામે છે.
આ આકરો તાપ માત્ર મનુષ્ય ને જ નહી પરંતુ પશુ, પક્ષી ને પણ લાગે છે.ઉનાળામાં ગાય ભેંસ જેવા પ્રાણી વૃક્ષના છાયા નીચે બેસી રહે છે.કા તો નદી નાળા સરોવરો માં જયી બેસે છે. અને અમુક જીવજંતુઓ જે ઉનાળામાં નિંદ્રા આવસ્થા ધારણ કરે છે. તેઓ પાણી ની અછત હોવાથી ખોરાક સેવન કરતા નથી.અને પોતાની જાત ને સ્તગ્ધ અવસ્થા માં મૂકી દે છે. અને પક્ષીઓ છે વૃક્ષ ની ડાળ પર છાયે બેઠા હોય છે અને માળામાં આરામ કરે છે.
ઉનાળાની બપોરે શહેર હોય કે ગામ હોય બધું જ સૂમસામ હોય છે રસ્તા પર કોઈ ની અવરજવર રહેતી નથી. અને લુ વાતી હોય છે. રસ્તા પર વરાળ નીકળી હોય છે.જાણે કોક એ આગના વરસાવી હોય એવું લાગે છે.માનવજીવન એકદમ શાંત થઇ જાય છે. વાહનવ્યવહારની અવરજર ઓછી થયી જાય છે. અને ધગધગતા તાપમાં બપોરના સમયે નીલું આભ સાવ શાંત થયી જાય છે. અને ક્યારેક વળી બાજ અને ગીધ જેવા હિંસક પક્ષીઓ ફરકતા જોવા મળે છે.આવી કાળજાળ ગરમી કોઈ ને પણ ગમે નહિ લોકો પોતાના ઘરમાં પંખા અને એ.સી. કે કૂલર ચાલુ કરીને ગરમી થી રાહત મેળવે છે તો,ક્યાંક ગરીબ વર્ગ પોતાનું ગુજરાન ચલાવવા પોતે બપોરે પણ ખુબ મહેનત કરે છે. આવી આકરી ગરમી માં પણ કામ કરે છે.
ઉનાળાના ધોમધખતા તડકાથી બચવા લોકો સુતરાઉ કાપડ નો ઉપયોગ કરે છે. અને ઠંડી વાનગી નું સેવન કરે છે. જેથી શરીર માં ઠંડક રહે છે.અને રાતે લોકો કુલ્ફી, આઇસ્ક્રીમ ખાવા જાય છે.ત્યારે બાળકો ને મજા પડી જાય છે.આ આકરા તાપ થી બચવા માટે ધનિક લોકો ઠંડા પ્રદેશમાં ફરવા નીકળી જાય છે જેવા કે માઉન્ટ આબુ,અંબાજી જેવા હિલ સ્ટેશન પર અને જમ્મુ કાશ્મીર, નેનિતાલ, હિમાચલ પ્રદેશ જેવા સ્થળે પ્રવાસ કરવા નીકળી જાય છે. જેથી પોતે જે વિસ્તાર માં રહેતા હોય ત્યાં તાપ અને ગરમી લાગવાથી ત્યાં જતાં રહે છે.
ઉનાળામાં ફળોનો રાજા કેરી આવે છે. જે આખા વિશ્વમાં એકમાત્ર એવું સ્થળ છે કે ત્યાં કેરી સારી એવી થાય છે અને આ સોભાગ્ય ભગવાને આપણા ભારત દેશ ને આપ્યું છે. આપણા ભારતમાં કેરીની મબલખ પ્રમાણમાં નિકાસ થાય છે. અને એમાં પણ આપણા ગુર્જરી ગુજરાતમાં જે કેરી ખાવાની મજા આવે એ સુખ બીજે ક્યાંય નથી. આ કારણ ને લીધે જ અમુક લોકો ને ઉનાળો ખુબ ગમે છે. અને ગીર ની કેસર કેરી તો બધે વખણાય છે. આ કેરી ખાવાની મજા જ કંઈક અલગ છે.અને પાછા તેના લાભ પણ છે. કેરી માંથી આપણી માતા,બહેન, કાકી વગેરે અલગ અલગ પ્રકારની વાનગી પણ બનાવે છે જેમાં કેરી નો રસ,કેરી ની આઇસ્ક્રીમ,કેરી નું મિલ્ક શેક બનાવે છે આ બધું ખાવા ની ખુબ મજા પડે છે. અને બપોરે કેરી નો રસ ,શેરડી નો રસ પીવાની મજા જ અલગ હોય છે. મન ઠંડુ થયી જાય છે. અને ઉનાળામાં બરફ ના ગોલા ખાવાની તો ખુબ મજા આવે છે. એ મજા શિયાળા માં આવતી નથી. અને ઉનાળા માં કેસુડા ના ફૂલો થાય છે.એ ફૂલ ના પાણી થી નાવા થી આપણે લુ લાગતી નથી અને તાજગી ભરિયું અનુભવ થાય છે.
ઉનાળાના બપોર માં સમગ્ર પ્રકૃતિ અને જીવ સૃષ્ટિ પર અસહ્ય ઉકળાટ માં મોજું ફરી વળે છે. જાણે કુદરત રિસાઈ ગયી હોય એવું લાગે છે. વૃક્ષો ની ડાળ,પાંદડાઓ સૂરજ દાદા ને ઓછું તાપ વરસાવવા બનાવતા હોય એવું લાગે છે. અને ગરમીનો પારો ખુબ ઝડપથી વધવા લાગે છે.જેમાં ખાસ આ વધેલી ગરમી નું કારણ તો માનવ જાત જ છે. માનવી પોતાના મતલબ માટે ગમે એ કરે છે.એ પ્રકૃતિ ને હાની પહોંચાડે છે એનું તો અને ખ્યાલ પણ રહેતો નથી આમને આમ માનવી લાખો વૃક્ષો નો નાશ કરી નાખ્યો છે. અને જેને કારણે હવા માં ઓકસીજન નો પ્રમાણ ઓછું થયું ગયું ને એને પરિણામે કાર્બનડાયોક્સાઈડ નું પ્રમાણ વધારે થયુ જાય છે.જેથી વાતાવરણમાં ગરમી નું પ્રમાણ વધતું જાય છે. જે દિવસે ને દિવસે વધી રહ્યું છે.કારણ કે વાતાવરણમાં ઓઝોન જે સૂર્યના ખરાબ કિરણો નું સેવન કરી લેતું હતું તે પૃથ્વી પર આવા દેતું નહી જેમાં પોપડા પડી ગયા છે જેથી વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યા વધી ગઈ છે. આને કારણે ગરમી વધતી જાય છે અને બધા ને આ મુશ્કેલી નો સામનો કરવો પડે છે.તેથી વૃક્ષો વાવીએ અને ગરમી ઓછી કરીએ જેથી વાતાવરણમાં ઠંડક રહે અને ઓકિસજન નું પ્રમાણ વધે છે.
ઉનાળાની બપોર ભલેને કંટાળા જનક અને જાનલેવા હોય પરતુ ઉનાળાની સાંજ ઠંડક આપે છે.કુદરતએ જાણે બધે એ.સી. ચાલું કર્યું હોય એવું લાગે છે. ઠંડો ઠંડો પવન વાય છે અને દરિયાકિનારે સૂર્યોદય નો નજારો જોવાની કઈક અલગ જ મજા આવે છે. આમ ઉનાળાના પણ ખુબ મજા આવે છે.
ઉપસંહાર
આમ,માનવજીવન માં દરેક ઋતુ મહત્વની હોય છે.જેટલો ઉનાળાની બપોરનો પ્રકોપ છે. એવી જ રીતે રાતે ઉનાળો એટલો જ શાંત અને તાજગી ભરિયો હોય છે.અને ઉનાળામાં તાપ ને કારણે દરિયામાં પાણી નું બાષ્પીભવન થાય છે તો જ ચોમાસા માં એનું વાદળાં માં રૂપાંતર થાય છે. અને ત્યારે વરસાદ આવે છે. આમ બધી જ ઋતુ એટલી જ મહત્વની અને ઉપયોગી છે.જેથી બધી જ ઉપયોગી અને મહત્વની છે.
આમ,અમને આશા છે.કે આપ લોકો ને ઉનાળાની બપોર ગુજરાતી નિબંધ પસંદ આવ્યો હશે અને તેમાંથી જાણવા પણ મળ્યું હશે તેથી આપ લોકો આમારો આ નિબંધ બીજા મિત્રો અને વિદ્યાર્થી ને શેર કરો.
આ પણ વાંચો :
- વર્ષાઋતુ પર નિબંધ
- શિયાળાની ઋતુ નો નિબંધ
- 15 મી ઓગષ્ટ વિશે નિબંધ
- ૨૬મી જાન્યુઆરી નિબંધ ગુજરાતી
- આઝાદી કા અમૃત મહોત્સવ નિબંધ
- ડો બાબાસાહેબ આંબેડકર નિબંધ
0 Comments